ટંકારા મિત્ર મંડળ દ્વારા એમ.પી. દોશી વિદ્યાલય ખાતે યોજાનાર કેમ્પમાં વિવિધ રોગોના 9 જેટલા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દર્દીઓને તપાસશેટંકારા (મોરબી અપડેટ) : ટંકારા મિત્ર મંડળ દ્વારા માનવસેવાના ઉત્તમોત્તમ કાર્યના ભાગરૂપે ટંકારા મુકામે આવેલ એમ.પી. દોશી વિદ્યાલય ખાતે એક વિશાળ 'નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મોરબીના જાણીતા સ્પેશિયાલિસ્ટ તથા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો ઉપસ્થિત રહીને દર્દીઓનું નિદાન તથા માર્ગદર્શન પૂરું પાડશે.આગામી તારીખ 9 ઓગસ્ટ ને રવિવારના રોજ સવારે 9 થી બપોરે 1વાગ્યા સુધી એમ.પી. દોશી સ્કૂલ, ટંકારા ખાતે આ કેમ્પ યોજાશે. આ મેગા મેડિકલ કેમ્પમાં ડો. ભૌમિક કે. સરડવા: એમ.ડી. (મેડીસીન), ક્રિટીકલ કેર નિષ્ણાત (એથિકસ હોસ્પિટલ અને આઇસીયુ), ડો. ઋષિ વાંસદડીયા: એમ.એસ. (જનરલ સર્જન) (સ્ટાર સર્જિકલ એન્ડ ઇમેજિંગ સેન્ટર), ડો. દિવ્યેશ જેતપરીયા: એમ.એસ. (ઓર્થોપેડીક), ઓર્થોસ્કોપિક સર્જન (મંત્ર ઓર્થોપેડીક હોસ્પિટલ), ડો. દીપ ભાડજા: એમ.ડી. (સાયકિયાટ્રી), મનોચિકિત્સક નિષ્ણાત (મન હોસ્પિટલ), ડો. નિધિ બી. સરડવા: એમ.ડી. (માઇક્રોબાયોલોજી), લેબોરેટરી સ્પેશિયાલિસ્ટ (માઇક્રોકેર ડાયગ્નોસ્ટિક લેબોરેટરી), ડો. કલ્પેશ રંગપરીયા: ચામડીના રોગના નિષ્ણાત (ત્વચા સ્ક્રીન હોસ્પિટલ), ડો. અંકિતા કાંજીયા: ગાયનેકોલોજીસ્ટ, સ્ત્રી રોગ નિષ્ણાંત (નક્ષત્ર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ), ડો. આનંદ ભટાસણા: એમ.એસ. (ENT - કાન, નાક, ગળાના સર્જન) (આનંદ ENT ફિઝિયોથેરાપી હોસ્પિટલ), ડો. તન્વી એ. ભટાસણા: (PT) MPT NEURO, કસરતના નિષ્ણાત ડોક્ટર (આનંદ ENT ફિઝિયોથેરાપી હોસ્પિટલ) સેવા આપશે.ટંકારા મિત્ર મંડળ દ્વારા ટંકારા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના તમામ દર્દીઓને આ નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કેમ્પ અંગે વધુ માહિતી અને સંપર્ક માટે સુકેતુ રાવલ (ભોપલીભાઈ) મો. 9879018185 તથા પ્રતિક આચાર્ય (લાલાભાઈ) મો. 9509555255 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.#MorbiUpdate #MorbiNews #Tankara #MedicalCamp #FreeHealthCamp #HealthCare #MorbiDoctors #TankaraMitraMandal