મોરબી : મોરબીમાં નિરામય ગુજરાત અંતર્ગત જનરલ હોસ્પિટલ ખાતે તા. 19ને શુક્રવારે પોલીસ કર્મીઓ અને તેમના પરિવાર માટે નિઃશૂલ્ક મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. નિરામય ગુજરાત અંતર્ગત જનરલ હોસ્પિટલ-મોરબી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્યના ઉપક્રમે પોલીસ કર્મીઓ અને તેમના પરિવારની આરોગ્ય સુખાકારી માટે બીનચેપી રોગો માટે સ્ક્રીનીંગથી સારવાર સુધીનું મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ નિઃશુલ્ક મેગા હેલ્થ કેમ્પ તા. 19ને શુક્રવારે સવારે 9થી બપોરે 1 કલાકે જનરલ હોસ્પિટલ, મોરબી ખાતે યોજાશે. આ નિઃશૂલ્ક મેગા હેલ્થ કેમ્પમાં એમ. એસ. જનરલ સર્જન, એમ. ડી. ફિજીશીયન, હાડકાના રોગના નિષ્ણાંત, માનસિક રોગ નિષ્ણાંત, એમ. એસ. ગાયનેક (સ્ત્રી રોગ નિષ્ણાંત), ઓપ્થલ્મોલોજીસ્ટ (આંખના નિષ્ણાંત), બાળરોગ નિષ્ણાત, ડેન્ટલ સર્જન (દાંત રોગ નિષ્ણાંત), હૃદયરોગ નિષ્ણાંત, પલ્મોનોલોજીસ્ટ ફેફસાના રોગોના નિષ્ણાંત દ્વારા સેવાઓ આપવામાં આવશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..