મોરબી : સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ- મોરબી તથા આયુષ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ- મોરબી દ્વારા આવતીકાલે તારીખ 12મેને રવિવારના રોજ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીના સરદાર બાગ સામે આવેલી ઓમ શાંતિ વિદ્યાલય ખાતે 12 મેના રોજ સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી આ ફ્રી મેડિકલ કેમ્પ યોજાશે.આ કેમ્પમાં યુરોલોજિસ્ટ, ન્યૂરો સર્જન, ઓર્થોપેડિક સર્જન, જનરલ સર્જરી, ગાયનેકોલોજિસ્ટ અને પીડિયાટ્રિક નિષ્ણાત ડોક્ટરો સેવા આપશે. કેમ્પમાં ફ્રી X-ray, ECG, RBSના રિપોર્ટ પણ કરી આપવામાં આવશે.આ કેમ્પનો લાભ લેવા સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ- મોરબીના પ્રમુખ અમિતભાઈ પંડ્યાએ સૌને અપીલ કરી છે. વધુ માહિતી માટે મો.નં. 9978292282, 9099025065, 9825486844, 7284000538 પર સંપર્ક કરવા જણાવાયું છે.