મોરબી: જયશ્રી માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ જયશ્રીબેન વાઘેલાના જન્મદિવસ નિમિત્તે મોરબી ખાતે એક સેવાકીય નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન તારીખ 15-10-2025 ને બપોરે 03:00 થી 06:00 વાગ્યા સુધી પ્રધાનમંત્રી આવાસ યોજના, દલવાડી સર્કલ પાસે, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મુખ્યત્વે ડાયાબિટીસ તથા બી.પી.નું નિદાન ડૉ. ચાર્મીબેન આદ્રોજા (યોગીકૃપા કલીનીક) દ્વારા નિઃશુલ્ક કરવામાં આવશે. જયશ્રીબેન સાગરભાઈ વાઘેલા પરિવાર તરફથી નિદાન પછીના 3 દિવસની દવા ફ્રી આપવામાં આવશે. આ ઉપરાંત કેમ્પમાં તાવ, શરદી, ઉધરસનું ચેકઅપ પણ કરવામાં આવશે અને દર્દીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. જયસુખભાઈ ભાલોડીયા દ્વારા હાથ, પગ, કમર, સાંધાના દુઃખાવા અને વાના દર્દીઓને પોઈન્ટ આપી ફ્રી સારવાર આપવામાં આવશે. જયશ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જાહેર જનતાને આ નિઃશુલ્ક સેવાઓનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.