હરિક્રિષ્ના જનરલ હોસ્પિટલ દ્વારા હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ યોજાશેહળવદ : હળવદ તાલુકાના માથક ગામે શિવશક્તિ પેટ્રોલ પંપની બાજુમાં આગામી તારીખ 2 ફેબ્રુઆરી ને રવિવારના રોજ સવારે 10 થી 3 વાગ્યા સુધી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી હરિક્રિષ્ના જનરલ હોસ્પિટલ દ્વારા આયોજિત હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પમાં દર્દીઓને નિઃશુલ્ક તપાસી આપવામાં આવશે.આ કેમ્પમાં ડો. મનોજ માકાણી (કચ્છ), ડો. નિલેષ પટેલ (મોરબી), ડો. જયેશ પટેલ (હળવદ), ડો. વિજય સેફાતરા (માથક), ડો. જયમિન ત્રિવેદી (સુરત) અને ડો. મનિષ ભટાસણા (મોરબી) સેવા આપશે. જેમાં પથરી, હરસ-મશા, દમ અસ્થમા, ચામડીના રોગો, કબજિયાત, શરદી, ખીલ, ભગંદર, સાંધાનો દુઃખાવો. ડાયાબિટીસ, ખરજવું, અનિયમિત માસિક, બ્લડ પ્રેશર સહિતના રોગોની સારવાર કરવામાં આવશે. ડાયાબિટીસ અને બીપીનું ફ્રી ચેકઅપ કરી આપવામાં આવશે. કેમ્પમાં આવનાર દરેક દર્દીને 3 મહિના સુધી નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે. દર્દીઓએ આ કેમ્પનો લાભ લેવા માટે મો.નં. 8200384507 અથવા 9313060459 પર સંપર્ક કરી નામ નોંધાવી દેવા જણાવાયું છે.