300થી વધુ ગ્રામજનોએ લાભ લીધો : વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે સેવકીય કાર્યમોરબી : મોરબી જિલ્લાના સીમાવર્તી ગામો સોલંકીનગર, ફડસર, ઉટબેટ સામપર અને બેલા (આમરણ) ખાતે સીમા જાગરણ મંચ–મોરબી, ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ અને આર્યતેજ હોમિયોપેથિક મેડિકલ કોલેજ મોરબી દ્વારા 14/04/2026 ના રોજ ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવકીય કાર્યમાં આશરે 300 થી વધુ ગ્રામજનોએ નિદાન અને સારવારનો લાભ લીધો હતો.આ મેડિકલ કેમ્પને સફળ બનાવવા સીમા જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રાંતના સહસંયોજક હિરેનભાઈ વિડજા, મોરબી જિલ્લા અધ્યક્ષ વિનોદભાઈ સનારીયા, મોરબી જિલ્લા સંયોજક રાજેશભાઈ એરણીયા તેમજ મોરબી જિલ્લા ટોળીના સદસ્યો મનીષભાઈ પટેલ, બિપિનભાઈ અઘારા, રાજભાઈ અમૃતિયા અને દિનેશભાઈ બારૈયાએ ભારે જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત આર્યતેજ હોમિયોપેથિક મેડિકલ કોલેજના ડોક્ટરો તથા તમામ સ્ટાફ તેમજ ઉક્ત તમામ ગામના સરપંચો, યુવાનો અને ગામલોકોએ પણ કાર્યક્રમને સફળ બનાવવામાં પૂરતો સહયોગ આપ્યો હતો.#Morbi #MorbiUpdate #MedicalCamp #AmbedkarJayanti #SeemaJagranManch #FreeMedicalCamp #MorbiNews #RuralHealth #MorbiDistrict