ભારત વિકાસ પરિષદ, આરએસએસ, સેવા ભારતી અને ડૉ. હેડગેવાર સ્મારક સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કેમ્પમાં મોરબીના નામાંકિત તબીબોએ સેવા આપીમોરબી : આમરણ ગામ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી નિમિત્તે ભારત વિકાસ પરિષદ-મોરબી, રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘ, સેવા ભારતી-ગુજરાત તથા ડૉ. હેડગેવાર સ્મારક સમિતિના સંયુક્ત ઉપક્રમે એક નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ મેડિકલ કેમ્પમાં મોરબીના અનુભવી અને નામાંકિત ડૉક્ટરોની ટીમે દર્દીઓની તપાસ કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. જયેશભાઈ પનારા, ડાયાબિટીસ નિષ્ણાત ડૉ. ચિરાગભાઈ અઘારા, ચર્મરોગ નિષ્ણાત ડૉ. ભાવેશભાઈ શેરસિયા, જનરલ ફિઝીશયન ડૉ. પુનીતભાઈ પડસુંબિયા, ફેફસાના નિષ્ણાત ડૉ. અજયભાઈ ફુલતરિયા, જનરલ સર્જન અને એડવાન્સ લેપ્રોસ્કોપી સ્પેશિયાલિસ્ટ ડૉ. વિમલભાઈ દેત્રોજા તેમજ બાળરોગ નિષ્ણાત ડૉ. હિતેશભાઈ ડાભીએ પોતાની સેવાઓ આપી હતી.કેમ્પમાં નિદાનની સાથે જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના સભ્ય અને ફાર્માસિસ્ટ રતિલાલભાઈ ચંદ્રાલાએ વિશેષ સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમ અને કેમ્પની વ્યવસ્થા ભારત વિકાસ પરિષદના અધ્યક્ષ હિંમતભાઈ મારવણિયા, સચિવ ધ્રુમિલભાઈ આડેસરા, કોષાધ્યક્ષ હિરેનભાઈ ધોરિયાણી, તેમજ અન્ય સભ્યો કૌશિકભાઈ અઘારા, રાજેશભાઈ ડાંગર અને દિલીપભાઈ પરમાર દ્વારા સુચારુ રૂપે સંભાળવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #Amaran #MedicalCamp #FreeMedicalCamp #AmbedkarJayanti #BharatVikasParishad #Healthcare #RSS