પરમાર્થ ધામ ગ્રુપ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓટંકારા : ટંકારા નજીક રાજકોટ-મોરબી હાઈવે પર આવેલ દાદાવાડી હોટલ સામે પરમાર્થ ધામ ગ્રુપ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. આગામી તારીખ 05/04/2026 ને રવિવારના રોજ સવારે 9:00 થી 12:00 વાગ્યા સુધી પરમાર્થ ધામ મુકામે એક વિશાળ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ મેડિકલ કેમ્પમાં મોરબીના સ્પેશ્યાલીસ્ટ તથા સુપર સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરો પોતાની સેવા આપશે. જેમાં નીચે મુજબના ડોક્ટરો દર્દીઓની તપાસ કરી યોગ્ય માર્ગદર્શન આપશે:ડો. મહેન્દ્ર ફેફર (હાડકાના રોગોના નિષ્ણાત)ડો. મોનિકા પટેલ (જનરલ ફિઝિશિયન)ડો. અંકિતા કાંજિયા ટીલવા (સ્ત્રી રોગ નિષ્ણાત)ડો. માધવ સંતોકી (સર્જિકલ વિભાગના નિષ્ણાત)ડો. અલ્પેશ ડી. ફેફર (કાન, નાક, ગળાના સર્જન)ડો. ભાવેશ શેરસીયા (ચામડીના રોગોના નિષ્ણાત)મેડિકલ કેમ્પ ઉપરાંત પરમાર્થ ધામ સેવા, ટંકારા દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે મેડિકલ સાધનોની ફ્રી સહાય પણ પૂરી પાડવામાં આવે છે. જેમાં દર્દીઓ માટે હોસ્પિટલ બેડ, વ્હીલચેર, કમોડ ચેર, વોકર વગેરે સાધનો વિનામૂલ્યે વાપરવા આપવામાં આવે છે. આ સાથે જ, રાજકોટ-મોરબી હાઈવે પરથી પસાર થતા પદયાત્રાળુઓ માટે પરમાર્થ ધામ ખાતે વિસામાની પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવે છે. આ તમામ સેવાઓનો લાભ લેવા અને વધુ માહિતી માટે આયોજક પરમાર્થ ધામ ગ્રુપના મોબાઈલ નંબર 7567542805 પર સંપર્ક કરવા જણાવાયું છે.#Tankara #Morbi #MorbiUpdate #FreeMedicalCamp #ParmarthDham #SocialService #Healthcare #MedicalHelp #PadYatra