મોરબી: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા કન્યા છાત્રાલય ખાતે એક નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અંદાજે 300 લોકોએ તબીબી તપાસ કરાવી હતી. આ સેવાકીય કાર્યમાં લગભગ સાત ડોક્ટરોએ પોતાનો કીમતી સમય ફાળવી નિસ્વાર્થ ભાવે સેવા આપી હતી. ડોક્ટરોની ટીમે તમામ દર્દીઓને વ્યવસ્થિત મેડિકલ ચેકઅપ અને રિપોર્ટ પ્રદાન કર્યા હતા.કેમ્પની સફળતા માટે ગ્રુપના સભ્ય કાજલબેન આદરોજાએ ડોક્ટરોની સંપૂર્ણ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ટંકારાથી દુલભજીભાઈ દેથરીયાએ પણ વિશેષ હાજરી આપી હતી અને પોતાનો કીમતી સમય ફાળવ્યો હતો, જેના માટે તેમનો પણ આભાર માનવામાં આવ્યો હતો. છેલ્લે, કાજલબેને તેમની પાટીદાર વુમન્સ પાવરની સંપૂર્ણ ટીમ દ્વારા કરવામાં આવેલી મહેનત અને સહકાર બદલ તેમનો આભાર માન્યો હતો, અને ભવિષ્યમાં પણ સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.