ટંકારા : ટંકારા મુકામે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે એસ.સી. કર્મચારી મંડળ તેમજ પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા સંયુક્તપણે ફ્રી મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ઉગમણા નાકા વિસ્તારમાં આવેલા ચિત્રકૂટ ધામ ખાતે બપોરે 2 થી 5 દરમિયાન યોજાયેલા આ કેમ્પમાં નિષ્ણાત તબીબોએ સેવા આપી હતી.આ મેડિકલ કેમ્પમાં મોરબીની વેલ કેર હોસ્પિટલના ડો. યશ કડિવાર, દેવકી હોસ્પિટલના ડો. પાયલ ફળદુ, અભય સરડવા સહિતના સેવાભાવી ડોક્ટર્સની ટીમે ઉપસ્થિત રહીને દર્દીઓની તપાસ કરી ઉત્કૃષ્ટ સેવા પૂરી પાડી હતી. આ કેમ્પનો ટંકારા અને આસપાસના વિસ્તારના બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.મહિલા દિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં પાલણપીર મેડીના મહંત દેશા આપા તેમજ રાજુ આપાએ ખાસ હાજરી આપી હતી. આ ઉપરાંત ચોટીલાથી ડો. હરેશ પંડ્યા, કેતનભાઈ માકડિયા તેમજ નાથાભાઈ રબારી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે બહુજન કર્મશીલ નાગજીભાઈ ચૌહાણ, યોગા ટીચર એડવોકેટ કંચનબેન સારેસા, પાટીદાર વુમન્સ ગ્રુપના પ્રણેતા સાધનાબેન ઘોડાસરા તેમજ કાજલબેન આદ્રોજા તથા મુકેશભાઈ ગેડિયાએ ભારે જહેમત ઉઠાવી હતી.આ પ્રસંગે એસ.સી. કર્મચારી મંડળના સદસ્યો એડવોકેટ જોશનાબેન ચૌહાણ, એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ, લલિતભાઈ સારેસા, રીનાબેન જાદવ, કવિતાબેન ચૌહાણ, કિરણબેન સારેસા, દિશાબેન ચૌહાણ અને સરોજબેન સારેસા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.#MorbiUpdate #Tankara #InternationalWomensDay #MedicalCamp #HealthCheckup #SocialService #GujaratNews