મોરબી : મોરબી શહેરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓના આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને માર્ગદર્શન આપવા માટે એક વિશેષ મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનું આયોજન આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક અને સ્વસ્તિક વુમન્સ હોસ્પિટલ, મોરબીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં નિષ્ણાત ડૉ. ડિમ્પલ વિરમગામા (એમ.એસ. ગાયનેક) દ્વારા મહિલાઓને ગાયનેકોલોજી સંબંધિત તપાસ અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. તેઓ પ્રસૂતિગૃહ, સ્ત્રીરોગ તથા સોનોગ્રાફી સેન્ટર સાથે સંકળાયેલા નિષ્ણાત છે.આ વિનામૂલ્યે કેમ્પમાં મહિલાઓ માટે ગાયનેકોલોજી કન્સલ્ટેશન, વુમન્સ હેલ્થ ફિઝીયોથેરાપી, બેસિક હેલ્થ ચેક-અપ, માસિક અને પ્રજનન આરોગ્ય અંગે માર્ગદર્શન, ગર્ભાવસ્થા, PCOS તથા મેનોપોઝ સંબંધિત સલાહ તેમજ પ્રિવેન્ટિવ હેલ્થ કાઉન્સેલિંગ જેવી વિવિધ સેવાઓ ઉપલબ્ધ રહેશે.આ કેમ્પ આગામી તા. ૮ માર્ચ ૨૦૨૬, રવિવારના રોજ સવારે ૧૦ઃ૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી યોજાશે. કેમ્પનું સ્થળ ત્રીજો માળ, નિલકંઠ પ્લાઝા–૨, નાની કેનાલ રોડ, સનરાઇઝ વિલા સોસાયટી પાસે, મોરબી રાખવામાં આવેલ છે.આ સેવાકીય આયોજનમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝીયોથેરાપી, મોરબી તથા ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝીયોથેરાપીસટ્સ વુમન સેલ (IAPWC), રાજકોટ બ્રાન્ચ, ગુજરાતનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે.મોરબી શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓને આ મફત મેડિકલ કેમ્પનો મહત્તમ લાભ લેવા માટે આયોજકો દ્વારા જાહેર વિનંતી કરવામાં આવી છે. કેમ્પ અંગે વધુ માહિતી મેળવવા અથવા એપોઇન્ટમેન્ટ બુક કરાવવા માટે મોબાઈલ નંબર ૯૫૧૨૪૧૦૦૯૯ પર સંપર્ક કરી શકાશે.#Morbi #MorbiUpdate #InternationalWomensDay #WomensHealth #FreeMedicalCamp #Gynecology #Physiotherapy #HealthAwareness