મોરબી : માધાપર ઓજી ગ્રામ પંચાયત દ્વારા ગામના તમામ ગ્રામજનોને કોરાનાથી બચવા સંરપંચ મીનાબેન ગણેશભાઇ નકુમ દ્વારા નિ:શુલ્ક માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ સફાઈ કરી લોકજાગૃતિ થાય એવા પ્રયત્નો કરાયા હતા. કોરાનાથી સાવચેત રહેવા શું કરવું જોઈએ તે વિશે ડો. ગણેશ નકુમ દ્વારા માધાપર ગ્રામજનોને સમજાવ્યા હતા. સાથે હાલ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરાના વાયરસ Covid-19 ને પહોંચી વળી સાવચેતી દાખવવવા કડક સુચનો જાહેર કરાયા હતા. જેમાં ભીડભાડવાળી જગ્યા એ જવાનું ટાળવું તેમજ વધુ માણસો ભેગા થાય તેવા સામાજિક/ધાર્મિક પ્રસંગો શક્ય બંને ત્યાં સુધી ટાળવા અથવા ઘરમેળે કરવા, વારંવાર હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરવો અને મોઢા પર માસ્ક પહેરવું, ઠંડા અને વાસી ખોરાકને બદલે તાજો અને ગરમ ખોરાક ખાવા તેમજ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા નાના-મોટા દુકાનદારે ઠંડા-પીણાં વહેંચવા નહી, તેમજ જાહેર સ્થળોએ થુંકનારને રૂ.૫૦૦ ના દંડ વસુલવાની પણ જાહેરાત કરી હતી.