દાતાઓના સહયોગ થી નિઃશુલ્ક છાસ વિતરણ આયોજન કરવામાં આવ્યું મોરબી : ઇન્ડિયન લાયન્સ કલબ મોરબી દ્વારા દાતાઓના સહયોગ થી તા. 31 ને શુક્રવારે સવારે ગાંધી ચોંક, નગરપાલિકાના ગેટ પાસે નિઃશુલ્ક છાસ વિતરણ કરવામાં આવ્યુંહતું. જેનો બહોળી સંખ્યામાં નગરજનોએ લાભ લીધો હતો. નાગલપર પ્રાથમિક શાળાના નિવૃત આચાર્ય અને મચ્છુ કાંઠા આહીર કેળવણી મંડળના પ્રમુખ તેમજ દર્શન હોટલ વાળા દેવદાનભાઈ જેસંગભાઈ ડાંગર ના આર્થિક સહયોગ થી છાસ વિતરણ કરાયું હતું। આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં પ્રમુખ હર્ષદભાઈ ગામી, સેક્રેટરી ભાવેશભાઈ દોશી તથા અશોકભાઈ જોષીએ ભારે જહેમત ઉઠાવી હતી.