મોરબી : 10 એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથિક દિવસ નિમિત્તે આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ વિભાગ જિલ્લા પંચાયત મોરબી દ્વારા નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીના અયોધ્યા પુરી રોડ ખાતે આવેલા જલારામ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લા આયુર્વેદિક અધિકારી પ્રવીણ વડાવિયાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં આવેલા સરકારી હોમિયોપેથિક મેડિકલ ઓફિસર ડો. હેતલબેન હળપતિ, ડો. જીતેન્દ્ર ઠાકર અને ડો. એન. સી સોલંકી સાથે ડો. રિદ્ધિ પારઘી (વોલેંન્ટરીરી) સેવા આપી હતી. કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો અને પ્રદર્શન નિહાળ્યું હતું. કેમ્પને સફળ બનાવવા માટે જલારામ મંદિરના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી તેમજ લોહાણા સમાજના અગ્રણી નવનીતભાઈ કારિયાનો ખુબજ સાથ અને સહકાર સાંપડ્યો હતો. તેમજ મંદિરના સ્ટાફ અને સ.હો. દ.ના સેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી અને કેમ્પને સફળ બનાવ્યો હતો.