હળવદ : હળવદમાં ભાજપ અગ્રણીના જન્મદિવસ નિમિતે આયુષ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલના સહયોગથી ગુરુવારે હૃદયની તપાસનો નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આયુષ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ મોરબીના સહયોગથી મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિત્તે આયોજિત હૃદયની તપાસનો નિ:શુલ્ક કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પ તારીખ 28/04/2021ને ગુરુવાર સવારે 10 થી 1 વાગ્યે રાજોધરજી હાઇસ્કુલ, બસ સ્ટેશન પાસે, હળવદ ખાતે યોજાશે. આ કેમ્પમાં દરેક દર્દીને ECG એટલે કે હૃદયની પટ્ટી, RBS એટલે કે ડાયાબીટીસ અને BP એટલે કે બલ્ડ પ્રેશરની તપાસ ફ્રીમાં કરી આપવામાં આવશે. અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે આયુષ હોસ્પિટલમાં 2D ઈકો એટલે કે હૃદયની સોનોગ્રાફી, એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી એટલે કે હૃદયમાં બાલુન બેસાડવાની સુવિધા ઉપલબ્ધ છે. માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ અંતર્ગત આયુષ હોસ્પીટલમાં હૃદયની તમામ સારવાર ફ્રીમાં થશે. વધુ માહિતી માટે મો.નં. 75750 88885 પર સંપર્ક કરી શકાશે. તો હળવદની જાહેર જનતાને આ કેમ્પનો લાભ લેવા આમંત્રણ અપાયું છે.