મોરબી : ઘો.12 સાયન્સની પરીક્ષાઓ માર્ચ માસમાં લેવાઈ ગઈ છે અને ટુક સમયમાં ઘો.12 સાયન્સની પરીક્ષાના પરિણામો જાહેર થશે.ત્યારે ધો.12 સાયન્સ પછી મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માગતા વિધાર્થીઓને મેડિકલ અને ડેન્ટલમાં એડમિશન લેવા બાબતે મુઝવણો થતી હોવાથી આ મુઝવણો દૂર કરવા માટે માગર્દશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબી બાંચ તથા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ મોરબી જિલ્લા દ્વારા આગામી તા.19 મેં ના રોજ સવારે 10 વાગ્યે રવિવારે શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ બ્લડ બેક, જી.આઇ.ડી.સી. શનાળા રોડ મોરબી ખાતે મેડિકલ અને ડેન્ટલમાં એડમિશન લેવા અંગે માગર્દશન સેમિનાર યોજાશે.જેમાં આઇ.એમ.એ. મોરબી બ્રાન્ચના પ્રેસિડન્ટ ડો.કેતન હિંડોચા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. આથી મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા વિધાર્થીઓને આ સેમીનારનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news