મોરબી : તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા પોલીસ વિભાગમાં મોટી સંખ્યામાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી થવાની છે. ત્યારે આ ભરતી પરીક્ષા માટે મોરબીમાં રવિવારે નવયુગ કેરિયર એકેડમી દ્વારા ફ્રી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.તારીખ 7 ડિસેમ્બર ને રવિવારના રોજ સાંજે 4 થી 6 કલાકે મોરબીના સંસ્કાર ઈમેજિંગ સેન્ટર સેમિનાર હોલ ખાતે આ સેમિનાર યોજાશે. મોરબીનાં યુવાન/યુવતીઓને સારું માર્ગદર્શન મળે તેમજ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી? શું વાંચવું? તેમજ કયા વિષયમાં કેટલું પુછાય? તેવા અનેક પ્રશ્નોના જવાબ આ સેમિનારમાં મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાના નિષ્ણાત તેમજ મોટીવેશનલ વક્તા શૈલેષભાઈ સગપરિયા સેમિનારમાં માર્ગદર્શન આપશે. મોરબીના તમામ વિદ્યાર્થી મિત્રોને આ સેમિનારનો લાભ લેવા આહ્વાન કરવામાં આવ્યું છે. સેમિનારમાં ઉપસ્થિત રહેવા માટે નામ નોંધાવવા મો.નં. 97272 47472 પર વોટ્સએપ કરી પોતાનું નામ નોંધાવી લેવા જણાવાયું છે.