માત્ર 10 દિવસમાં સુગર કંટ્રોલ કરવા અંગે નિષ્ણાત તબીબ ડો. કૌશિકજી આપશે માર્ગદર્શન: ગાયત્રી પરિવાર મોરબી દ્વારા આયોજનમોરબી : આજકાલ ડાયાબિટીસની સમસ્યા સામાન્ય બની ગઈ છે, ત્યારે મોરબીમાં ડાયાબિટીસના દર્દીઓ માટે ગાયત્રી પરિવાર મોરબી દ્વારા આગામી તારીખ 03/05/2026 ને રવિવારના રોજ ડાયાબિટીસ મુક્ત જીવન માટે એક વિશેષ ફ્રી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.આ સેમિનારમાં આયુર્વેદિક નિષ્ણાત ડો. કૌશિકજી (BAMS, MD) ખાસ ઉપસ્થિત રહીને લોકોને માર્ગદર્શન પૂરું પાડશે. જીવનશૈલી સાથે જોડાયેલ બાબતોમાં જરૂરી ફેરફાર કરીને કેવી રીતે માત્ર 10 દિવસમાં સુગરને કંટ્રોલ કરી શકાય તે અંગે તેઓ વિશેષ જાણકારી આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડો. કૌશિકજી હિરણ્ય હીલિંગ્સના MD, આયુર્વર્ધન હેલ્થકેરના ચેરમેન સહિત અનેક આયુર્વેદિક અને હેલ્થકેર સંસ્થાઓના સ્થાપક છે.આ ફ્રી સેમિનાર 03/05/2026, રવિવારે સવારે 9:00 કલાકે ગાયત્રી ચેતના કેન્દ્ર, શનિદેવના મંદિરની પાછળ, છોટાલાલ પેટ્રોલ પંપ વાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે યોજાશે. આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે કે, આપના પરિવારમાં કોઈને પણ ડાયાબિટીસ હોય તો ચોક્કસથી આ સેમિનારમાં જોડાવું.કાર્યક્રમમાં આવનાર લોકોએ સેમિનારમાં ચર્ચાતી મહત્વપૂર્ણ બાબતોની નોંધ કરવા માટે પોતાની સાથે ડાયરી અને પેન લઈને આવવાનું રહેશે. આ અંગેની વધુ માહિતી માટે મોબાઈલ નંબર 9099331129 પર સંપર્ક કરી શકાશે.#Morbi #MorbiUpdate #MorbiNews #DiabetesFreeLife #HealthSeminar #GayatriPariwarMorbi #MorbiEvents