મોરબી : કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ- મોરબી દ્વારા સંચાલિત પાટીદાર કરીઅર એકેડેમી દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર થયેલી પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલની 13951 જેટલી જગ્યાઓ માટે પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે ફ્રી માર્ગદર્શન સેમિનાર અને ફ્રી બેચનું આયોજન કરવામાં આવ્યું છે.આ ફ્રી માર્ગદર્શન સેમિનાર આગામી તારીખ 14 ડિસેમ્બર ને રવિવારના રોજ સવારે 10 કલાકે કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, કન્યા છાત્રાલય રોડ, ન્યૂ બસ સ્ટેન્ડ પાછળ, શનાળા રોડ, મોરબી ખાતે યોજાશે. એડમિશન મેળવેલ દીકરીઓને રહેવા-જમવાની સુવિધા પૂરી પાડવામાં આવશે. સેમિનારમાં જોડાવવા માટે forms.gle/GZHmp2ozWA9bP2wA6 લિંક પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે.