મોરબી: સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે મોરબી જિલ્લાના અલગ અલગ 7 સ્થળોએ નિ:શુલ્ક સુવર્ણ પ્રાશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનું આયોજન દાતા સાગર રવિચંદ જેસ્વાણી (N.I.M.A. Nima Morbi District) અને પ્રમુખ ડો. હાર્દિક રવિચંદ જેસ્વાણી દ્વારા કરાયું હતું. કેમ્પમાં જૂના દેવળીયા કુમાર પે સેન્ટર શાળાના આચાર્ય સાગર વિનોદચંદ્ર મહેતાએ સેવા આપી હતી. આ ઉપરાંત કેમ્પમાં સેવા આપનાર તબીબ મિત્રો ડો. સંજયકુમાર નિમાવત, (ગુરૂકૃપા હોસ્પિટલ, મોરબી-2),ડો. ધર્મેશ એમ. ગામી (મધુરમ હોસ્પિટલ, પીપળીયા ચાર રસ્તા),ડો. એસ. જે. પટેલ (નિરામય ક્લિનિક, ઘુંટુ), ડો. મનોજ એમ. ભાડજા (સુશ્રુત હોસ્પિટલ, રામ ચોક), ડો. હર્ષ એ. અંબાસણા (વશિષ્ઠ આયુર્વેદ, રવાપર રોડ), ડો. ચેતન ભીમાણી (ડો. લહેરૂ દવાખાનું, કંડલા બાયપાસ)નો પણ આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.