મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ વિકાસ યોજના હેઠળ રોજગારલક્ષી તાલીમ અપાશેમોરબી : મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ વિકાસ યોજના દ્વારા (MBKVY) મોરબીમાં પહેલી વાર નર્સિંગનો જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ (GDA) કોર્સ શરૂ થવા જઈ રહ્યો છે. જેના માટે પ્રવેશપ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં ધો. 10 પાસ 18 થી 35 વર્ષના ભાઈઓ તથા બહેનોને ગુજરાત સરકાર તરફથી ટૂંકા ગાળાની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે. આ કોર્સમાં જનરલ ડ્યુટી અસિસ્ટન્ટ (GDA) હોસ્પિટલમાં દર્દીઓની સંભાળ રાખવી, ડોક્ટર અને નર્સને સહાયરૂપ થવું તથા મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની તકની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે. તેમજ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનારને સરકાર માન્ય સર્ટિફિકેટ તેમજ નોકરી મેળવવામાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવે છે. તાલીમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે અને લિમિટેડ એડ્મિશન 60 બાકી હોવાથી વહેલા તે પહેલાના ધોરણે કેન્દ્રની મુલાકાત લેવી. એડ્મિશન લેવા જરૂરી ડોકયુમેંટ જેવા કે, આધાર કાર્ડ, છેલ્લી માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બેન્ક પાસબુક તેમજ ૨ પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે લાવવો.તેમજ મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ્ય વિકાસ યોજના કેન્દ્ર c/o પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર મોરબી, ૩જો માળ, ઘનશ્યામ માર્કેટ, વી-માર્ટની બાજુમા, રવાપર રોડ, મોરબી મૉ.7487076374/8849156552 forms.gle/143vwzXw9dZjqvad7નો સવારે 10થી સાંજે 5 કલાક દરમ્યાન રૂબરૂ સંપર્ક કરવો. તેમ યાદીમાં જણાવાયું છે.