મોરબી : મોરબી હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને NIMA મોરબી દ્વારા સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે દર મહિનાના પહેલા, ત્રીજા અને પાંચમા શુક્રવારે નિ:શુલ્ક ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાશે.સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે ગર્ભવતી મહિલાઓ માટે પહેલા, ત્રીજા અને પાંચમા શુક્રવારે મોરબીના શનાળા રોડ પર આવેલા આત્મજ આયુર્વેદ ગર્ભ સંસ્કાર અને પંચકર્મ સેન્ટર ખાતે સવારે 10 થી 11 વાગ્યા સુધી ફ્રી ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાશે. જેમાં ડો. નુપૂર મણીયાર અને ડો. અભિષેક ભુવા સેવા આપશે. આ સેમિનારનો લાભ લેવા સાગર જેસ્વાણી અને ડો. હાર્દિક જેસ્વાણી દ્વારા ગર્ભવતી મહિલાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. લાભ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે. રજિસ્ટ્રેશન માટે ડો. હાર્દિક જેસ્વાણીને મો. નં 92288 00108 પર વોટ્સએપ મેસેજ કરવા જણાવવામાં આવ્યું છે.