હળવદ : હળવદમાં તા.27થી ધો.10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે આ પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા માર્કેટિંગ યાર્ડ દ્વારા કરવામાં આવી છે. ખેડૂત કેન્ટીન, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, હળવદ ખાતે વિદ્યાર્થીઓ ઓરીજનલ રિસીપ્ટ સાથે રાખી નિઃશુલ્ક ભોજનનો લાભ લઇ શકશે. એક વિદ્યાર્થી સાથે એક વાલી આ લાભ લઇ શકશે. તેમ યાદીમાં જણાવાયું છે.