અત્યાર સુધીના 50 કેમ્પમાં કુલ 14098 લોકોએ લાભ લીધો તેમજ 6400 લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયામોરબી : સમગ્ર ગુજરાતની નંબર 1 આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની 4 તારીખે શહેરના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાય છે. જે અંતર્ગત તા. 4-12-2025 ગુરુવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન દોશી હાકેમચંદ કેશવલાલ (હ.લલીતભાઈ) પરિવારના સહયોગથી કેમ્પ યોજાશે.જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો.સુદામા, હેમુભાઈ પરમાર, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, દર મહીનાની 4 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી મો. નં. 9825082468, હરીશભાઈ રાજા મો. નં. 9879218415, નિર્મિતભાઈ કક્કડ મો. નં. 9998880588, અનિલભાઈ સોમૈયા મો. નં. 8511060066 પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, ગત 50 માસ દરમિયાન યોજાયેલ કેમ્પ મા કુલ 14098 લોકો એ લાભ લીધો હતો તેમજ 6400 લોકોના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.