રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ અને આમરણ યુવા ગ્રુપના સહયોગથી કાસુંદ્રા પરિવાર ભવન ખાતે યોજાશે કેમ્પમોરબી અપડેટ : મોરબી તાલુકાના આમરણ (ડાયમંડ નગર) ખાતે આગામી તારીખ 6-8-2026 ને ગુરુવારના રોજ વિનામૂલ્યે નેત્રમણી અને નેત્રયજ્ઞ (ઓપરેશન સુવિધા સાથે) કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ આમરણ યુવા ગ્રુપના સ્થાનિક પ્રચાર સેવા સહયોગથી તથા રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ (આંખની હોસ્પિટલ) ના આયોજન હેઠળ યોજાશે.આ નેત્રયજ્ઞ કેમ્પ તારીખ 6-8-2026, ગુરુવારના રોજ સવારે 9 થી 11:30 વાગ્યા દરમિયાન કાસુંદ્રા પરિવાર ભવન (મંદિર), આમરણ (ડાયમંડ નગર), તા.જી. મોરબી ખાતે યોજાશે. કેમ્પ દરમિયાન આંખની કોઈપણ તકલીફ ધરાવતા દર્દીઓની વિનામૂલ્યે તપાસ કરવામાં આવશે તેમજ મોતીયાની સારવાર અને ઓપરેશન તદ્દન ફ્રી કરી આપવામાં આવશે.અત્યાર સુધીમાં આમરણ ડાયમંડ નગર ખાતે યોજાયેલા કેમ્પોમાં 700 થી વધુ મોતીયાના સફળ ઓપરેશનો કરવામાં આવ્યા છે.આ કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓ તથા વધુ માહિતી માટે વિશાલ (મો. 95100 10036) અને નેવીલ (મો. 95103 61315) નો સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે.#MorbiUpdate #Morbi #Aamran #EyeCamp #RanchhoddasjiBapuHospital #FreeHealthCamp #MorbiNews #GujaratNews