મોરબી : મોરબી તાલુકાની નવા જાંબુડિયા પ્રાથમિક શાળા ખાતે બાળકોના સ્વાસ્થ્યની દરકાર લેતા એક પ્રશંસનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 20/02/2026ના રોજ શાળાના બાળવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક આંખની તપાસણી (નેત્ર નિદાન) કેમ્પ યોજાયો હતો.આધુનિક મશીનો દ્વારા સચોટ તપાસઆ કેમ્પમાં 'નિરામય ચેરિટેબલ ટ્રસ્ટ' દ્વારા બાળકોની આંખમાં દેખાતી ખામીઓ અને ઉણપની તપાસ કરવામાં આવી હતી. નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ દ્વારા આધુનિક મશીનોની મદદથી બાળકોની આંખોનું વિનામૂલ્યે ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા ડૉ. વહાબ જીંદાણી અને ડૉ. અશ્વિન નકુમે સેવાઓ આપી હતી.HDFC બેંક અને ભારત કેર્સના સહયોગથી ચશ્માનું વિતરણતપાસ દરમિયાન જે વિદ્યાર્થીઓને આંખની ખામી કે નબળાઈ માલૂમ પડી છે, તેવા બાળકોને મુખ્ય સ્પોન્સર HDFC બેંક અને ભારત કેર્સ દ્વારા વિનામૂલ્યે ચશ્મા આપવામાં આવશે. સંસ્થાઓના આ સહયોગને કારણે જરૂરિયાતમંદ બાળકોને અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ દૂર થશે.અગાઉ બ્લડ ટેસ્ટ અને દવાનું પણ વિતરણ કરાયું હતુંઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ નિરામય ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીમદ રાજચંદ્ર મિશન - ધરમપુર (વલસાડ) દ્વારા આ શાળામાં બાળકો માટે લોહીની તપાસ (હિમોગ્લોબિન ચેકઅપ) અને જરૂરી દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નવા જાંબુડિયા પ્રાથમિક શાળાના શિક્ષકો અને સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. શાળા પરિવાર દ્વારા આ સેવાકીય પ્રવૃત્તિ બદલ તમામ સહયોગી સંસ્થાઓ અને ડૉક્ટરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.