ટંકારા : શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ આંખની હોસ્પિટલ - રાજકોટ દ્વારા 'માનવસેવા એ જ પ્રભુસેવા'ના સિદ્ધાંતને અનુસરીને ટંકારામાં દર મહિનાની 6 તારીખે આંખના રોગોના વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 6 નવેમ્બર 2025 (ગુરુવાર)ના રોજ સવારે 9 કલાકથી બપોરે 12 કલાક દરમિયાન કષ્ટભંજન હનુમાનજી મંદિર, રાજકોટ મોરબી હાઇવે, ટંકારા ખાતે નિઃશુલ્ક આંખનો નિદાન કેમ્પ યોજાશેઆ કેમ્પમાં આંખના તમામ પ્રકારના રોગોનું નિદાન અને સારવાર વિનામૂલ્યે કરવામાં આવશે. જો દર્દીને મોતિયાનું ઓપરેશનની જરૂર પડે, તો તેમને રાજકોટની હોસ્પિટલમાં ફેકો મશીન દ્વારા ઓપરેશન કરાવવામાં આવશે અને નેત્રમણી પણ મફતમાં મૂકી આપવામાં આવશે. તેમજ દર્દીઓને જવા-આવવા માટે વાહન વ્યવસ્થા પણ તદ્દન મફત પૂરી પાડવામાં આવશે. આ કેમ્પનું વ્યવસ્થાપન સદગુરુ મિત્ર મંડળ - ટંકારા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કેમ્પનો લાભ લેવા દરેક દર્દીએ આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે રાખવી ફરજિયાત છે.