અજય લોરીયા દ્વારા નવરાત્રી મહોત્સવમાં વીઆઇપી ગ્રાઉન્ડમાં કાયમી ફ્રી એન્ટ્રીની મહત્વની જાહેરાત મોરબી : સેવાભાવી અજય લોરીયા દ્વારા સંચાલિત સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન આયોજિત શહીદ જવાનના પરિવારના લાભાર્થે મોરબીમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ નવરાત્રી મહોત્સવમાં VIP ગ્રાઉન્ડમાં પાટીદાર દીકરીઓને કાયમી માટે ફ્રી એન્ટ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજક અજય લોરીયાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, પાટીદાર દીકરીઓએ ગ્રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માટે આઈડી પ્રુફ સાથે રાખવા જરૂરી છે. આ ઉપરાંત તમામ ખેલૈયાઓને ફરજિયાત આધાર કાર્ડ સાથે લઈને આવવા જણાવવામાં આવ્યું છે. આધાર કાર્ડ વગર કોઈને પણ એન્ટ્રી આપવામાં આવશે નહીં તેવું અંતમાં જાહેર કરાયુ છે.