મોરબી :મોરબીમાં ચાલતાં 'માં જીવદયા ગ્રુપ' દ્વારા પક્ષીઓ માટેનાં પાણીના કુંડાનું નિઃશુલ્ક(વિના મૂલ્યે) વિતરણ કરવામાં આવશે. મોરબીમાં ચાલતાં 'માં જીવદયા ગ્રુપ' દ્વારા પક્ષીઓ માટેનાં પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ તા.15ને રવિવારના રોજ સવારે કરવામાં 8 કલાકે રામજી મંદિર, સતવારા નવગામની વાડી પાસે,રામજી મંદિર, બોરિયા પાટી,મોટેશ્વર મહાદેવ મંદિર, ગોકુલનગર પાછળ,નીલકંઠ મહાદેવ મંદિર, પંચાસર રોડ,સરદાર બાગ સામેનું મેદાન ખાતે કરવામાં આવશે. તો સર્વે જીવદયા પ્રેમીઓને નિઃશુલ્ક કુંડા વિતરણનો લાભ વહેલા તે પહેલાંના ધોરણે લેવા અપીલ છે. વધુ માહિતી માટે મો.96249 58918 પર સંપર્ક કરવો.સરકારની કોરોનાની ગાઈડલાઈન મુજબ દરેક લોકોએ સોસીયલ ડિસ્ટન્સ જાળવવું,માસ્ક ફરજીયાત પહેરવું.