મોરબી : મોરબીમાં સેવાભાવી વૈદરાજ કિશોરભાઈ વાણંદ દ્વારા તેમના માતૃશ્રી સ્વ. જયાબેન મુળજીભાઈ દશાડિયાના સ્મરણાર્થે તારીખ 25-11-2024થી તારીખ 25-2-2025 સુધી સવારે 6:30 થી 8 કલાક દરમ્યાન વિજય હેર ડ્રેસર, ચકિયા હનુમાન મંદિરની સામે, રવાપર રોડ, મોરબી ખાતે આરોગ્યવર્ધક ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આ ઉકાળો દિવ્ય વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે. આ ઉકાળો અસાધ્ય રોગો જેવા કે, જૂની શરદી, ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને કોલેરા જેવા અસાધ્ય રોગોમાં રામબાણ ઈલાજ હોય ત્યારે જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.