ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામે આગામી તા. 4 જુલાઈને રવિવારે એક હજાર ફળાઉ રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. ઓટાળાના વૃક્ષપ્રેમી યુવક મિત્ર મંડળના આર્થિક સહયોગ તથા નવરંગ નેચર કલબ - બાલા સાહેબના માર્ગદર્શન હેઠળ આગામી તા. 4 જુલાઈને રવિવારે એક હજાર રોપાના નિ:શુલ્ક વિતરણનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જામફળી, સીતાફળી, જાંબુ, દાડમ, બોરસલ્લી, રાવણા, વિકળો, અરીઠા, ગુંદા, બીલી, આમળા, રાયણ, મહુડા, અરડૂસી વગેરે રોપાઓનો સમાવેશ થાય છે. આ બાબતે વધુ માહિતી માટે ઉપેન્દ્રભાઈ ગાંભવા (99985 52050) તથા અશ્વિનભાઈ વીરસોડીયા (98793 99646)નો સંપર્ક કરી શકાશે. તેમજ અન્ય ગામમાં આ રીતે આયોજન કરવું હોય તો નવરંગ નેચર કલબના બાલા સાહેબ (94275 63898)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.