મોરબી : મોરબી તાલુકાના ખરેડા ગામ ખાતે આગામી તા.23 મીએ રોપાઓનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવનાર છે. 'મારું ગામ, હરિયાળું ગામ' ઝુંબેશ અંતર્ગત મધૂરમ ફાઉન્ડેશન-મોરબીના સૌજન્યથી ગામ ખરેડા ખાતે તારીખ ૨૩/૬/૨૦૨૧ બુધવારના સવારે ૯:૩૦ વાગ્યાથી કન્યાશાળા ખાતે વહેલો તે પહેલોનાં ધોરણે નિઃશુલ્ક રોપા વિતરણ કાર્યક્રમ રાખેલ છે. આ અભિયાનમાં સહયોગી સંસ્થા તરીકે નવરંગ નેચર કલબ-રાજકોટ (81606 39735) તથા વનસ્પતિ બીજબેંક મોરબી સામેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત ગમવાસીઓને જામફળ, સીતાફળ, દાડમ, રાવણા, જાંબુ, આમળા, ગુંદા, અરીઠા, અરડુસી, બોરસલી, પારિજાત, સીસુ, વિકળો, રાયણ વગેરે મળશે. આ વિતરણ દરમ્યાન મોરબી બીજબેંક દ્વારા કરંજ, પીલુ, દેશી બાવળ,આસિત્રો, ગરમાળો,ગુલમહોર, ગોરસઆમલી, ફાલસા, બહેડા, સરગવો, સિંદૂરી, સીતાફળ, ગલકા, સફેદ ચણોઠી, લાલ ચણોઠી વગેરે બીજનું વિનામૂલ્યે વિતરણ કરાશે. વધારે વિગત માટે પ્રાણજીવન કાલરીયાને મો.નં. 94262 32400 પર ફોન કે વોટ્સએપ કરી શકાશે. લાભાર્થીઓને આ વિતરણનો બહોળા પ્રમાણમાં કોરોના પ્રોટોકોલનાં ચુસ્ત અમલ સાથે લાભ લેવા યાદીમાં આયોજકોએ અનુરોધ કર્યો છે.