મોરબી : આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સિરામિક ટ્રેડિંગ મિત્ર મંડળ દ્વારા રવાપર ગામમાં રોપાઓનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે. મોરબી સિરામિક ટ્રેડિંગ મિત્ર મંડળ દ્વારા આજે તા. 5ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રવાપર ગામમાં ધુનડા રોડ પર મહાબલી હનુમાન મંદિર ખાતે વૃક્ષનાં રોપાઓનું વિનામૂલ્યે વિતરણ બપોરે 4થી 6 વાગ્યા દરમિયાન કરવામાં આવશે. વધુ વિગત માટે જય પટેલ (મો. 85111 29555)નો સંપર્ક કરી શકાશે. વિતરણનો લાભ લેવા આયોજકો દ્વારા યાદીમાં જણાવાયું છે.