મોરબી : મોરબીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સેવા ભારતી પ્રેરીત તુલસી, બારમાસી, અજમો, કેક્ટસ જેવા ગૃહઉપયોગી અને સ્વાસ્થ્ય રક્ષક છોડનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે. આ વિતરણ આવતીકાલ તા. 23ને રવિવારે સવારે 8 વાગ્યાથી જેઈલ રોડ પર વાંકાનેર દરવાજા નજીક જુના દાણાપીઠ પાસે કરવામાં આવશે. જેનો લાભ લેવા આયોજકોએ શહેરીજનોને જણાવ્યું છે.