મોરબી : મોરબી સિરામીક ટ્રેડિંગ મિત્ર મંડળ દ્વારા ‘દરેક પરિવાર વૃક્ષ વાવો’ અભિયાન અંતર્ગત રોપાનું વિતરણ કરવામાં આવશે. આવતીકાલે તા. 4થી 10 મે સુધી રોજ નટરાજ ફાટક નજીક એલ.ઇ. કોલેજ રોડ પર કેશર બાગની સામે બપોરે 1થી સાંજે 6 વાગ્યા દરમિયાન રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. વધુ વિગત માટે જય પટેલ (૮૫૧૧૧ ર૯પપપ), અભિષેક મેઘાણી (૯૮૯૮૯ ૧૨૩૪૭), જયદિપ પટેલ (૯૦૯૯૧ ૧૧૧૬૧) અથવા કવિન શાહ (૮૪૬૯૫ ૦૫૧૧૧)નો સંપર્ક કરી શકાશે.