'ઘર-ઘર ડોડી' અભિયાન અંતર્ગત રોપા લેવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા: અનેક નામાંકિત વ્યક્તિઓની ઉપસ્થિતિમાં આયુર્વેદિક દ્રષ્ટિએ શ્રેષ્ઠ એવી વનસ્પતિના ફાયદા જણાવાયામોરબી અપડેટ : મોરબીમાં આજ રોજ તારીખ 04/08/2026 ના રોજ મધુરમ ફાઉન્ડેશન તથા પ્રાણજીવન કાલરિયા તરફથી જીવંતી ડોડીના રોપાનું ફ્રી વિતરણ કરવામાં આવ્યું હતું. આયુર્વેદિક ગુણોથી ભરપૂર એવા જીવંતી ડોડીના રોપા લેવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. લોકોના ભારે પ્રતિસાદ વચ્ચે માત્ર 1 કલાક જેટલા સમયમાં જ 200 જેટલા રોપાનું વિતરણ કરી દેવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ડૉ. મધૂસુદન પાઠક, કીરીટસિંહ ઝાલા, પનારા, મહેશભાઈ ભોરણીયા, ડૉ. દિલીપભાઈ પૈજા (કથાકાર), જીલેશભાઇ કાલરિયા, લવજીભાઇ બારૈયા, દાજીભાઈ ગોહિલ, મણીભાઈ ગડારા, શિવલાલ ડાંગર અને શૈલેષભાઈ કાલરિયા વગેરે નામાંકિત વ્યક્તિઓ ખાસ હાજર રહ્યા હતા.જીવંતી ડોડીના અનેક આયુર્વેદિક ફાયદાજીવંતી ડોડી એક દિવ્ય વનસ્પતિ અને ઉત્તમ રસાયણ છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ રોજ તેના 10 પાન ખાવાથી વૃદ્ધાવસ્થામાં પણ શરીરમાં સ્ફૂર્તિ આવી જાય છે. આયુર્વેદ ગ્રંથોમાં પણ તેના યશોગાન ગાવામાં આવ્યા છે અને તેને ગ્રાહી, ચક્ષુસ્યા, બલ્ય, આયુષ્યા, રક્તપિત્તા, ક્ષયા, દેહા, જ્વરા, બૃમ્હાના, મધૂરા, લઘુ, સર્વદોષધ્ની, શીતા જેવા અનેક વિશેષણો આપવામાં આવ્યા છે.આ વનસ્પતિ આંખનુ તેજ અને ધાવણ વધારે છે, તેમજ પ્રજનન ક્ષમતા વધારવામાં અને ગર્ભધારણમાં અત્યંત ઉપયોગી છે. આ ઉપરાંત કફ, ઉધરસ, શ્વાસ, ગર્ભપાત, ઝામર, રતાંધળાપણું, વિર્યસ્ત્રાવ વગેરે જેવી અનેક વ્યાધિઓમાં તે અકસીર ઈલાજ છે.તમામ વનસ્પતિઓમાં ઉપયોગીતાની દ્રષ્ટિએ જીવંતી ડોડી પ્રથમ ક્રમે આવે છે. લોકોના સ્વાસ્થ્ય લાભાર્થે જ દર વર્ષે ઓગસ્ટ મહિનામાં પ્રાણજીવન કાલરિયા દ્વારા આ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવે છે અને 'ઘર-ઘર ડોડી' અભિયાન ચલાવવામાં આવે છે.#Morbi #MorbiUpdate #JivantiDodi #Ayurveda #FreeDistribution #MadhuramFoundation #GharGharDodi #HealthNews #GujaratNews #TreePlantation