મોરબી : મોરબીના સેવાભાવી વૈદ્યરાજ કિશોરભાઈ વાણંદ દ્વારા તેમના માતા સ્વ. જયાબેન મુળજીભાઈ દશાડિયાના સ્મરણાર્થે તા. 25-11-2025 થી તા. 25-2-2026 દરમિયાન સવારે 6 થી 8 કલાક દરમિયાન વિજય હેર ડ્રેસર, ચકિયા હનુમાનજીના મંદિર સામે, રવાપર રોડ, મોરબી ખાતે આરોગ્યવર્ધક ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આ ઉકાળો દિવ્ય વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે. આ ઉકાળો અસાધ્ય રોગો જેવા કે, જૂની શરદી, ચિકનગુનિયા, ડેન્ગ્યુ, કોરોના જેવા અસાધ્ય રોગોમાં રામબાણ ઈલાજ હોય ત્યારે જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.