મોરબી : પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાજયના ૬૮.૮૦ લાખ ગરીબ પરિવારોના ૩.૪૦ કરોડ લોકોને ઘઉં અને ચોખાના વિતરણનો પ્રારંભ કરવામાં આવશે. તા.૨૫ થી ૨૯ એપ્રિલ દરમ્યાન અંત્યોદય અન્ન યોજના (AAY) ના આશરે ૮ લાખથી વધુ કુટુંબોને તેમજ અગ્રતા ધરાવતા (PHH) ના આશરે ૫૭.૦૦ લાખ કુટુંબોનીમળીને કુલ ૩.૨૫ કરોડ જનસેવા અને નોન NFSA, BPL ના ૩.૪૦ લાખ કુટુંબોના ૧૫ લાખ લોકોને વ્યકિતદીઠ ૩.૫ કિલોગ્રામ ઘઉં તથા ૧.૫ કિલોગ્રામ ઓખા સહિત કુલ ૫ કિલો અનાજ વિતરણ કરાશે. જે પૈકી મોરબી જિલ્લાના કાર્ડધારકોને આનો લાભ મળશે. જિલ્લામાં AAY એટલે કે અંત્યોદય અન્ન યોજનાના કાર્ડધારકો તેમજ રાષ્ટ્રીય ખાધ સુરક્ષા ધારો NFSA ના રાશનકાર્ડધારકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ઘઉં અને ચોખા થઇ કુલ ૫ કિલોગ્રામ અનાજનું વિનામૂલ્યે વિતરણ કરાશે. આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી એચ.જી.પટેલ દ્વારા જણાવ્યુ છે કે, રેશનકાર્ડના છેલ્લા ડિઝીટ ૧-૨ ને ૨૫મીએ, ૩-૪ ને ૨૬મીએ, ૫-૬ ને ૨૭મીએ, ૭-૮ને ૨૮મીએ તેમજ ૯-૦ ડિઝીટવાળાને ૨૯મી એપ્રિલે અનાજ વિતરણ થશે.જો આ કાર્ડધારકો ફાળવેલ તારીખે અન્ન ના મેળવી શકે તો તા.૩૦-૪-૨૦૨૦ના રોજ લાગુ પડતી વ્યાજબી ભાવની દુકાનનો સંપર્ક કરી પોતાને મળવાપાત્ર રાશન મેળવી શકશે. તેમજ જિલ્લા પુરવઠા અધિકારી જી.એચ.પટેલ દ્વારા તમામ વ્યાજબી ભાવના દુકાનદારો તથા લાભાર્થીઓને કોરોના મહામારીની પરિસ્થિતિમાં વિતરણ સમયે સામાજિક અંતર જળવાય, ખોટી ભીડભાડ કે અરાજકતા ના ફેલાયે તે માટે જરૂરી માર્ગદર્શિકાનું પાલન કરવા અનુરોધ કરાયો છે.