મોરબી : તારીખ 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે શ્રી કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાવડી રોડ ઉપર ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. અબોલ જીવોની સેવામાં પ્રભુની સેવાને સાર્થક કરતા શ્રી કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દરરોજ રાત્રીના સમયે નિરાધાર ગૌવંશને નીણ તથા શ્વાનોને બિસ્કીટ ખવડાવામાં આવે છે. તેમ યાદીમાં જણાવાયું છે.