મોરબી : 'શ્રી કૃષ્ણાયન દેશી ગૌરક્ષા શાળા' માંદી, લાચાર, અંધ, વૃદ્ધ તથા કસાઈ થી બચાવી સેવા કરતી તથા નંદી વગેરે અસહાયકોની સેવા કરતી ઉત્તરાખંડની એકમાત્ર ગૌરક્ષા શાળા છે. જેના લાભાર્થે જાનવી યોગ, આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલના નિષ્ણાંત ડૉક્ટર દ્વારા ફ્રી રોગ નિદાન કેમ્પનું આયોજન આગામી તા. 16 માર્ચના રોજ નરસંગ ટેકરી મંદિર, રવાપર રોડ ખાતે સવારે 09:00 થી 12:00 તથા સાંજે 03:00 થી 07:00 કલાક સુધી કરવામાં આવ્યું છે. જેમાં ચામડીના રોગો-સોર્યાસીશ-જૂનું ખરજવું-જૂનું દાદર-સાંધાના દુખાવા-ઢીચણનો દુખાવો - કમરનો દુખાવો - હાથીપગા - ગેગરિંગ - વેરિકોઝવેન (નસમા સુજન) - નપુંસકતા - અસાધ્ય સ્ત્રી રોગ - વાળની સમસ્યાઓ - CP ચાઈલ્ડ (અવિકસિત બાળક) - DMD માંસ પેસીઓનો રોગ - પાતળાપણું - મોટાપો - કારોડરજ્જુમાં મણકાની ગાદી ઘસાઈ જવી - હૃદયની નસોમાં બ્લોકેજ - અનિંદ્રા જેવા અનેક અસાધ્ય રોગોનો ઈલાજ કરવામાં આવશે. વધુ વિગત માટે કેશવજીભાઈ ઠોરિયા મો.નં. 97123 99990 પર સંપર્ક કરવાનું યાદીમાં જણાવેલ છે.