મોરબી : ડિવાઈન રિહેબિલિટેશન સેન્ટર અને સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે તા.૦૫ને રવિવાર સવારે ૯:૩૦ -૧૨:૩૦ દરમિયાન સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટર, સ્વામિનારાયણ સંસ્કારધામ મંદીરની પાછળ, જી.આઈ.ડી.સી. મેઈન રોડ, મોરબી ખાતે નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંધાના ઓપરેશન/ ફ્રેકચર પછી જકડાયેલા સાંધા, સાઈટીકા/ગાદી ખસવી/સાંધા કે ઘૂંટણના વા, સ્નાયુના દુ:ખાવા કે સાંધાના ઘસારા, દરેક પ્રકારના લકવા તથા પેરલિસિસ માટે, કંપવા, બેલેન્સ પ્રોબ્લેમ , સ્નાયુ, મગજ અને ચેતાતંત્રનાં રોગ, જન્મજાત ખોડખાંપણ/સેરેબ્રલ પાલ્સી, ઓટીઝમ, લર્નિંગ પ્રોબ્લેમ, હાઇપર એક્ટિવ વગેરે તકલીફો ધરાવતા બાળકો, બોલવાને લગતી તકલીફો તોતડું બોલવું, બાળકનું બોલી ન શકવું, બોલવામાં અચકાવું, ઓપરેશન પછી બોલવાની તકલીફ, જાડો-પાતળો કે ઘોઘરો અવાજ, પક્ષઘાતના હુમલા પછી બોલવાની તકલીફ, ખોરાક ગળવામાં તકલીફ ધરાવતા વ્યક્તિઓ, હાયપરએક્ટીવીટી, બાળકને થતી ભણવાને લગતી તકલીફ, જીદ્દી સ્વભાવ, કાઉન્સેલિંગ (વ્યક્તિગત કે પારિવારિક પ્રશ્નો માટે), યાદ ન રહેવું, સ્ટ્રેસ મેનેજમેન્ટ, I.Q ટેસ્ટ, પર્સનાલિટીને લાગતા પ્રશ્નો, શારીરિક કે માનસિક ખોડખાંપણ ધરાવતાં બાળકો/વયસ્કો, ઓછી એકાગ્રતા કે માનસિક અસ્વસ્થતા ધરાવતા વ્યક્તિઓ, કાનમાં રસી કે ઈન્ફેકશનની ફરિયાદ, સાંભળવાની તકલીફ, ચાલતી કે ઉભા થતી વખતે ચક્કર આવવા, વાત કરવામાં બેધ્યાનપણું, કાનમાં દુ:ખાવાની ફરિયાદ, કાનમાં સીટી, ધાક પડવી કે તમરાં બોલવાની ફરિયાદ ધરાવતા વ્યક્તિઓ લાભ લઇ શકે છે.આ કેમ્પમાં કુંજ વછરાજાની (ડિરેક્ટર અને સ્પીચ પેથોલોજીસ્ટ) બોલવામાં થતી તકલીફોનાં નિષ્ણાંત, ડો. કેશા અગ્રવાલ (ન્યૂરોફિઝિયોથેરાપીસ્ટ, ફિઝિયોકેર –મોરબી) મગજ કરોડરજ્જુ અને બાળકોની તકલીફોનાં નિષ્ણાંત, ડો.કૃતિ દેસાઈ (ન્યુરો ફિઝિયોથેરાપીસ્ટ) મગજ કરોડરજ્જુ અને બાળકોની તકલીફોનાં નિષ્ણાંત, બંસી સરધારા (ઓડીયોલોજીસ્ટ) સાંભળવામાં થતી તકલીફોનાં નિષ્ણાંત, પરવીઝા પઠાણ અને ખુશી વ્યાસ (રિહેબિલિટેશન સાયકોલોજીસ્ટ) માનસીક રોગનાં નિષ્ણાંત સેવા આપશે.આ કેમ્પમાં બતાવવા આવનાર દર્દીએ મો. ૯૦૧૬૯૪૮૧૩૭/૮૧૬૦૨૮૨૪૫૬ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે. તેમ યાદીમાં જણાવાયુ છે.