કેમ્પમાં સ્ત્રીરોગ નિષ્ણાંત, બાળરોગ નિષ્ણાંત, હોમિયોપેથીક, જનરલ ફિઝિશિયન, જનરલ સર્જન, ફિઝિયોથેરાપિસ્ટ, આંખનાં નિષ્ણાંત, આયુર્વેદિક સારવારના નિષ્ણાંત, ચામડીના રોગોના નિષ્ણાંત તથા ડેન્ટિસ્ટ આપશે સેવા : રાહત ભાવે દવાઓ તથા લોહી-પેશાબની તપાસ કરી અપાશે મોરબી : વિદ્યાપ્રેમવર્ધન એજ્યુકેશન દ્રસ્ટ સંચાલિત આર્યતેજ જનરલ હોસ્પિટલ દ્વારા આવતીકાલે તા.10ને સોમવારના રોજ સમય સવારે 9 થી બપોરના 1 દરમિયાન આર્યતેજ જનરલ હોસ્પિટલ, મું.લક્ષ્મીનગર, 8-A નેશનલ /કંડલા હાઇવે, લક્ષ્મીનગર ગામની સામે, નવયુગ ટાઇલ્સની બાજુમાં, મોરબી ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાહત ભાવે દવાઓ તથા લોહી-પેશાબ ની તપાસ કરી આપવામાં આવશે. આ કેમ્પમાં સ્ત્રીરોગ નિષ્ણાંત, બાળરોગ નિષ્ણાંત, હોમિયોપેથીક, જનરલ ફિઝિશિયન, જનરલ સર્જન, ફિઝિયોથેરાપિસ્ટ, આંખનાં નિષ્ણાંત, આયુર્વેદિક સારવારના નિષ્ણાંત, ચામડીના રોગોના નિષ્ણાંત તથા ડેન્ટિસ્ટ સેવા આપશે. આર્યતેજ જનરલ હોસ્પિટલ ઉપલબ્ધ સુવિધાઓ ◆ તમામ પ્રકારના રોગોનું નિદાન તથા સારવાર ◆ મેલેરિયા, ટાઇફોઇડ, કમળો, ડેન્ગ્યુ જેવા રોગોનું નિદાન તથા સારવાર ◆ ડાયાબીટીશ, બી.પી., દમ તથા ટીબીની સારવાર ◆ દરેક પ્રકારના તાવ, શરદી, ખાંસી, ફેફસાના કફ, ન્યુમોનિયાની સારવાર ◆ દરેક પ્રકારના રોગો ઝાડા, ઉલ્ટી, ગેસ, એસીડીટીની સારવાર ◆ દરેક પ્રકારના ચામડીના રોગો ખીલ, ખરજવું,ખંજવાળ, ધાધરની સારવાર ◆ બાળ રોગનું નિદાન તથા સારવાર ◆ ગ્લુકોમીટર દ્વારા ડાયાબિટીસ તપાસ ◆ પલ્સ ઓક્સિમીટર દ્વારા ઓક્સિજનની તપાસ ◆ ઓક્સિજનની સુવિધા ◆ ઓપરેશન થિયેટરની સુવિધા ◆ સ્ત્રી રોગનું નિદાન તથા સારવાર વધુ માહિતી માટે મો.નં. 95124 10063 મો.નં. 94283 47800 સરનામું : મું. લક્ષ્મીનગર, 8-A નેશનલ કંડલા હાઇવે, લક્ષ્મીનગર ગામની સામે, નવયુગ ટાઇલ્સની બાજુમાં,મોરબી-2