મોરબી : મોરબીના રવાપર ગામે આવેલ સંજીવની કલીનીકમા આવતીકાલે ગુરુવારે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડો. દર્શનીબેન કડીવાર સહિતના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા દર્દીઓની વિનામૂલ્યે તપાસ કરવામાં આવનાર છે. મોરબીના રવાપર ગામે મહાબલી હનુમાનજીના મંદિર પાસે આવેલ બાલાજી કોમ્પ્લેક્ષના પ્રથમ માળે સંજીવની કલીનીકમાં આવતીકાલે ગુરુવારે સવારે ૯ થી સાંજે ૮ વાગ્યા સુધી વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં બાળકોના રોગ, જનરલ રોગ, ચામડી, વાળ તેમજ ચહેરાને લગતી સમસ્યાઓ, ધાધર, ગુમડા, એલર્જિક ખંજવાળ, ખરતા વાળ, ખીલ, ખસ, કરોળિયા, ઉંદરી, સાંધાના દુખાવા, વા, સાઈટીકા, વજન વધારવા, વજન ઘટાડવા તેમજ સ્ત્રી રોગોનું નિદાન કરવામાં આવશે. આ કેમ્પમાં ડો. દર્શનીબેન કડીવાર સહિતના ડોક્ટરો સેવા આપવાના છે. વધુ વિગત માટે મો.નં. ૭૯૯૦૮ ૩૮૩૦૨ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en