મયુર હોસ્પિટલ અને સિમ્પોલો ફાઉન્ડેશનના સહયોગથી મોરબીમાં હવે બી.ટી. સવાણી હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની સેવા મળશે : ટૂંક સમયમાં ડાયાલિસિસ સેન્ટર પણ શરૂ કરાશે મોરબી: મોરબીના લોકોને કિડની સંબંધિત રોગોની સારવાર માટે હવે રાજકોટ જવાની જરૂર નહી રહે. મયુર ફાઉન્ડેશન સંચાલિત મયુર હોસ્પિટલ અને સિમ્પોલો ફાઉન્ડેશનના સહયોગથી રાજકોટની જાણીતી બી.ટી. સવાણી કિડની હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોની ઓપીડી સેવાઓનો મોરબીમાં શુભારંભ થવા જઈ રહ્યો છે. આ સેવાઓના ઉદ્ઘાટન પ્રસંગે 14 સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ મફત નિદાન કેમ્પનું આયોજન મયુર હોસ્પિટલ, સ્વામિનારાયણ મંદિરની સામે, એલ.ઈ. કોલેજ રોડ, સામા કાંઠે, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. આ કેમ્પનો સમય સવારે ૯:૩૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીનો રહેશે. કિડની સંબંધિત સમસ્યાઓ ધરાવતા દર્દીઓ આ કેમ્પનો લાભ લઈ શકશે અને નિષ્ણાત ડોક્ટરોની સલાહ અને સારવાર મેળવી શકશે.આ કેમ્પમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજીસ્ટ્રેશન માટે દિપેશભાઈનો ૯૭૬૯૮ ૭૯૬૧૭ નંબર પર સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત, મયુર હોસ્પિટલમાં ટૂંક સમયમાં ડાયાલિસિસ સેન્ટર પણ શરૂ થવાનું છે, જેનાથી કિડની ફેલ્યોરના દર્દીઓને મોરબીમાં જ ડાયાલિસિસની સુવિધા ઉપલબ્ધ થશે.