મોરબી: આજના સમયમાં સાંધાના દુખાવા અને ઋતુજન્ય કે જૂની શરદી-ખાંસીની સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. એલોપેથી દવાઓ ખાઈને થાકેલા લોકો હવે ફરી આયુર્વેદ તરફ વળી રહ્યા છે. ત્યારે મોરબીવાસીઓને આ શારીરિક સમસ્યાઓમાંથી રાહત અપાવવા માટે 'પ્રજ્ઞા જન સેવા ટ્રસ્ટ' અને 'તત્સત્ નેચર ક્યોર અને રિસર્ચ સેન્ટર' સંચાલિત પંચકર્મ સેન્ટર દ્વારા એક ભવ્ય 'ફ્રી નિદાન કેમ્પ' નું આયોજન કરવામાં આવ્યું છે.આગામી તારીખ ૨૨ ફેબ્રુઆરીના રોજ યોજાનાર આ કેમ્પમાં ખાસ કરીને સાંધાના દુઃખાવા, જૂની શરદી, જૂની ઉધરસ અને કફના દર્દીઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. આ કેમ્પમાં દર્દીઓની તપાસ માટે તત્સત્ નેચર ક્યોરના ખ્યાતનામ ડોક્ટરો તેમજ ખાસ નિષ્ણાત એવા 'કેરલીયન થેરાપીસ્ટ' ની ટીમ ઉપસ્થિત રહેશે.આ કેમ્પની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં સારવાર ૧૦૦% આયુર્વેદિક પદ્ધતિથી થશે, જેની કોઈ જ આડઅસર નથી. આ ઉપરાંત, કેમ્પમાં આવનાર દર્દીઓને જરૂરિયાત મુજબ માલિશ તેમજ અગ્નિકર્મ તદ્દન નિઃશુલ્ક (ફ્રી) કરી આપવામાં આવશે. ડોક્ટરો દ્વારા સચોટ નિદાન કર્યા બાદ દર્દીઓને જરૂરી દવાઓ લખી આપવામાં આવશે.કેમ્પની માહિતી ● તારીખ: ૨૨/૦૨/૨૦૨૬ (રવિવાર)● સમય: સવારે ૦૯:૦૦ થી બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી● સ્થળ: દુકાન નંબર - ૪૦૭, ચોથા માળે, ગોલ્ડન માર્કેટ, રવાપર તળાવની બાજુમાં, મોરબી, ગુજરાત.રજિસ્ટ્રેશન અંગેની માહિતીઆ કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. રજિસ્ટ્રેશન કરાવવા માટે અને વધુ માહિતી માટે મો.નં. 8858840140 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.