ડાયાબિટીસ, બી.પી., ઘૂંટણના દુખાવા અને કેન્સરના દર્દીઓનું ફ્રી નિદાન કરાશે : રાહતદરે ફૂલ બોડી ચેક અપ થશે મોરબી : લાયન્સ ક્લબ નજરબાગ પ્લસ - મોરબી દ્વારા તા.3 સપ્ટેમ્બરને રવિવારે સવારે 9:30થી 5:30 કલાકે નાગરિક બેંકની સામે આવેલ લોહાણા વિદ્યાર્થી ભવનમાં ફ્રી નિદાન કેમ્પ અને રાહતદરે ફૂલ બોડી ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડાયાબિટીસ, બી.પી., ઘૂંટણના દુખાવા સહિત અનેક રોગોનું નિઃશુલ્ક નિદાન કરાશે. આ સાથે કેન્સરના દર્દીઓ માટે ફ્રી નિદાન કરી આપવામાં આવશે. આ કેમ્પમાં ફુલ બોડી ચેકઅપ માત્ર રૂપિયા 499/-માં કરી આપવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે. રજિસ્ટ્રેશન માટે જનકભાઈ હિરાણી મો.નં. 9898024653 તથા હિતેશભાઈ ભાવસાર મો.નં. 9825026800નો સંપર્ક કરવાનો રહેશે.