મોરબી : મોરબીમાં રવાપર રોડ ઉપર મામા ફટાકડા પાસે સોમનાથ પ્લાઝાના ત્રીજા માળે શોપ નં.13માં કાર્યરત કેશર ફિઝિયોથેરાપી ક્લિનિકમાં તા.2 નવેમ્બરને રવિવારના રોજ સવારે 9થી રાત્રે 12 દરમિયાન ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કમર, ગરદન, ઢીંચણ, ખભા, એડીના દુખાવા, સાયટીકા, સાંધાના વા, ડોક તથા કમરના મણકા, ગાદીના ઘસારાને કારણે થતી નસની તકલીફ, મનોદિવ્યાંગ બાળકોની સારવાર, ફેક્ચર તથા જકડાઈ ગયેલા સાંધાની તકલીફ, હાથ પગ તથા મોઢાના લકવા, વેરિકોઝ વેઇન, પગની નશો તથા સ્નાયુની ગાંઠોનું સચોટ નિદાન કરવાના આવશે. આ કેમ્પમાં 12 વર્ષનો અનુભવ ધરાવતા ડો.મિત્તલ રૈયાણી સેવા આપશે. કેમ્પનો લાભ લેવા મો.9727841107 ઉપર રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. તેમ યાદીમાં જણાવાયું છે.