સમર્પણ હોસ્પિટલ દ્વારા આયોજન મોરબી : મોરબીમાં સમર્પણ હોસ્પિટલ દ્વારા આવતીકાલ મંગળવારે મહિલાઓ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સમર્પણ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા ફક્ત મહિલાઓ માટે ફ્રિ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે. આ કેમ્પ તારીખ 8 માર્ચને મંગળવાર સવારે 10 થી 1 - સાંજે 5:30 થી 8 સુધી સમર્પણ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ, “પ્રભુકૃપા”, બી-ડીવીઝન પોલીસ સ્ટેશનની બાજુમાં, મહેન્દ્રનગર મેઇન રોડ, મોરબી ખાતે યોજાશે. મહિલાઓ માટે કેમ્પમાં તપાસવાનો કોઇ ચાર્જ નથી. તેમજ B.P.ની તપાસ અને ગર્ભવતી બહેનો માટે ફ્રી સોનોગ્રાફીની સુવિધા અપાશે. વધુ માહિતી માટે 95125 33133 પર સંપર્ક કરી શકાશે.