માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) તાલુકાના ખાખરેચી ગામે આજે 25 મેના રોજ સવારે 8-30 થી બપોરે 1 વાગ્યા સુધી ખાખરેચી ગ્રામ પંચાયત તથા સરકારી આંખની હોસ્પિટલ મોરબીના સૌજન્યથી ગામના જ વતની એવા પિતા-પુત્ર બંને ડોકટરો દ્વારા ગામ લોકોના આરોગ્ય સુધારા હેતુ હાડકા તથા આંખના રોગોનો ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો. ડો. વિરલ એસ. કાલરીયા (ઓર્થો.સર્જન) તથા ડો. સુરેશભાઈ એમ. કાલરીયા (આંખના નિષ્ણાંત ) દ્વારા ખાખરેચી સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે યોજાયેલા આ કેમ્પમાં સેવા આપવામાં આવી હતી. આ કેમ્પમાં ડો. વિરલ એસ. કાલરીયા દ્વારા 102 દર્દીઓ તથા ડો. સુરેશભાઈ એમ. કાલરીયા દ્વારા 175 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. તેમજ દર્દીઓને વિનામૂલ્યે દવાઓ પૂરી પાડવામાં આવી હતી.