મારવાડી યુનિવર્સિટી અને ફિઝિયોકેર, સ્વામિનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટનું આયોજન મોરબી:મોરબીમાં સૌપ્રથમવાર રાજકોટની સ્પેશિયાલિસ્ટ ફિઝિયોથેરાપી ટીમ દ્વારા આવતીકાલે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.મારવાડી યુનિવર્સિટી રાજકોટ અને ફિઝિયોકેર, સ્વામિનારાયણ સંસ્કાર ધામ ટ્રસ્ટ મોરબીના સહયોગથી આયોજિત આ કેમ્પ આવતીકાલ તા.24/12/2021ને શુક્રવારના રોજ સવારે ૧૦થી બપોરે ૧ વાગ્યા સુધી સંસ્કાર ઇમેજિંગ સેન્ટર,શ્રીસ્વામિનારાયણ સંસ્કાર ધામ મંદિરની પાછળ, જી.આઈ.ડી.સી મેઈન રોડ, મોરબી ખાતે યોજાશે. આ કેમ્પમાં ડો.જયેશ પરમાર, ડો.રાહુલ છતલાણી,ડો.શાહરૂખ ચૌહાણ, ડો.કલ્યાણી જીવરાજાની,ડો.ફલક બુચ તથા ડો.કેશા અગ્રવાલ સેવા આપશે. આ કેમ્પમાં કમર,ગરદન, ખભા એડીનો દુખાવો,ફેક્ચર તથા સાંધા બદલ્યા પછીની સારવાર,હાથ-પગ તથા મોઢાના લકવા,પેરાલીસીસ, કંપવાનો પ્રોબ્લેમ,સ્નાયુ તથા મગજ અને ચેતાતંત્રના રોગો, બેલેન્સ પ્રોબ્લેમ,સાઈટીકા, ગાદી ખસવી,સાંધાના વા ઘૂંટણનો ઘસારો, રમત-ગમત મા ઇજા,કોરોના પછી ફેફસાની કસરતો, ક્રોનિક ઓબસ્ટ્રકટિવ પલ્મોનરી ડિસિઝ માટેની કસરતો વગેરે રોગોનું નિદાન તથા સારવાર થશે.કેમ્પમાં ભાગ લેવા માંગતા દર્દીઓએ મો.નં.63597 01933 પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. દર્દીએ પોતાના જૂના રિપોર્ટ સાથે રાખવા જણાવાયું છે.